Wednesday 15 February 2012

હવાની હવેલીમાં - શેખાદમ આબુવાલા

કવિ - શેખાદમ આબુવાલા
સ્વર - મનહર ઉધાસ




હવાની હવેલીમાં મહેંકે ચમેલી,
કવિ મિત્રને વાત આ બહુ ગમેલી.

હતી પ્રીત એ તો અમે જાણી લીધું,
બહુ ઉભરાઇને પાછી શમેલી.

હવે મોત ક્યાંથી વજનદાર લાગે?
અમે જિંદગીને ઘણી છે ખમેલી.

હશે નમ્રતા એતો ગંગાની 'આદમ',
હિમાલયની સામે હતી જે નમેલી.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP