હોળી આવી રે
બાળગીત
સ્વર - ???
ઘેરૈયા સહુ ચાલો, હોળી આવી રે.
મસ્તીમાં સહુ મ્હાલો, હોળી આવી રે.
ફાગણ આવ્યો રંગ ભરીને, ચાંદ પૂનમનો ચમક્યો,
ઢોલીડાંનો ઢોલ ઘેરો, ઢમ ઢમ ઢમ ઢમ ધબક્યો.
ગીતો ગાવો નાચો હોળી આવી રે,
મસ્તીમાં સહુ મ્હાલો, હોળી આવી રે.
ખજૂર કોપરાં ધાણી વાયડાં ખાતાં સહુએ સંગે
અબિલ ગુલાલ ઉડાડી રંગ્યું આભ નવ નવ રંગે,
રંગે રમવા ચાલો હોળી આવીરે,
મસ્તીમાં સહુ મ્હાલો, હોળી આવી રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment