કોઇ કહે ગુલમહોર બરાબર - તુષાર શુક્લ
કવિ - તુષાર શુક્લ
સ્વર - સંજય ઓઝા, આરતી મુનશી
સંગીત - હસમુખ પાટડીયા
કોઇ કહે ગુલમહોર બરાબર, કોઇ કહે ગરમાળો,
મનગમતી એક ડાળ ઉપર ચલ રચીયે આપણો માળો.
કોઇ કહે કે શ્યામ ગુલાબી, કોઇ કહે કે કાળો,
કૃષ્ણરંગ રચવામાં સૈયર, રંગરંગનો ફાળો.
તું ને હું, હું ને તું બંને લઇ આવ્યા મનગમતી કંઇ સળીયે,
સહિયારા સુખના સપનાની મઘમઘતી કંઇ કળીઓ.
ગમે બેઉને એજ રાખશું, ફરી વીણશું ગાશું,
અણગમતું ના હોય કોઇનું, પછી નહીં પસ્તાશું.
વ્હેણ ગમે છે કોઇને વ્હાલમ, ગમે કોઇને પાળો,
મનગમતી એક ડાળ ઉપર ચલ રચીયે આપણો માળો.
સમજણ નામે ફૂલ મહોરશે પ્રિયે પ્રેમ સરોવરમાં,
ટહૂકા નામે શબ્દ ગુંજશે, સ્નેહ નામના ઘરમાં.
શ્રદ્ધાને વિશ્વાસ આપણો મજબૂત માળો રચશે,
ભલે ફૂંકાતો પવન સમયનો, આપણો માળો ટકશે.
કોઇ કહે કે મૂળ ઉખડશે, કોઇ કહે કે ડાળો,
શંકા છેદી કરીયે સૈયર સમજણનો સરવાળો.

0 પ્રત્યાઘાતો:
Post a Comment