એક રજકણ - હરિન્દ્ર દવે
કવિ - હરિન્દ્ર દવે
સ્વર - લતા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે,
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ધન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે
કોઈ અકળ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ ઝાળ
ગતિ માંગી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચાહ
ચકિત થઈ એને નીરખે
સૌ ટળવળતી નિજ ચરણે
(શબ્દો - અમર ગુજરાતી ગીતો)
સ્વર - લતા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે,
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ધન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે
કોઈ અકળ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ ઝાળ
ગતિ માંગી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચાહ
ચકિત થઈ એને નીરખે
સૌ ટળવળતી નિજ ચરણે
(શબ્દો - અમર ગુજરાતી ગીતો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment