સરવૈયાની ઐસીતૈસી - અશરફ ડબાવાલા
એક સીએ તરીકે તો આ ગીતના શબ્દો મને ગળે ઉતારતા નથી. આખરે સરવૈયાના બે છેડાં ભેગા કરવા અને મેળવવા એ અમારા જીવનનું કર્તવ્ય છે. પણ છેલ્લા કેટલાક દિવસથી બેન્કના ઓડીટ દરમિયાન ન જાણે કેમ આ ગીત જ યાદ આવે છે!!!
કવિ - અશરફ ડબાવાલા
સ્વર - શાન
સરવૈયાની ઐસી-તૈસી, સરવાળાની ઐસી-તૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસી-તૈસી…
જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી-તૈસી…
શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં, તરનારાની ઐસી-તૈસી…
ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી…
0 પ્રત્યાઘાતો:
Post a Comment