નજર મીલાવી - 'અમર' પાલનપુરી
કવિ - અમર પાલનપુરી
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
નજર મીલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું,
ખીલી ના ખીલી કળીયો ત્યાં તો ચૂંટી કોણ ગયું.
અરે રે હાય...
ચાંદસિતારા સોગન તમેને, સાફ કહી દો આજે,
પળ બે પળનો સાથ દઇને, છૂટી કોણ ગયું.
અરે રે હાય...
ખબર પડી જગને જ્યાંથી મારા દિલની વાતો,
અરમાનો સોગનથી કહેજો, ફૂટી કોણ ગયું.
અરે રે હાય...
'અમર' જવાની મરણતોલ, થઇ ખબર પડી ના કાંઇ,
અમલથી વાટકડી માંગીશ, ખૂંટી કોણ ગયું.
અરે રે વિષ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
નજર મીલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું,
ખીલી ના ખીલી કળીયો ત્યાં તો ચૂંટી કોણ ગયું.
અરે રે હાય...
ચાંદસિતારા સોગન તમેને, સાફ કહી દો આજે,
પળ બે પળનો સાથ દઇને, છૂટી કોણ ગયું.
અરે રે હાય...
ખબર પડી જગને જ્યાંથી મારા દિલની વાતો,
અરમાનો સોગનથી કહેજો, ફૂટી કોણ ગયું.
અરે રે હાય...
'અમર' જવાની મરણતોલ, થઇ ખબર પડી ના કાંઇ,
અમલથી વાટકડી માંગીશ, ખૂંટી કોણ ગયું.
અરે રે વિષ
0 પ્રત્યાઘાતો:
Post a Comment