મનના ચોક મુકીને
સપનાઓની સૃષ્ટી જ કાંઇ અનોખી હોય છે. એવું જ એક સરસ ગીત માણીયે.
સ્વર - ફાલ્ગુની શેઠ
મનના ચોક મુકીને મારા શમણાં,
રમવા નિસર્યાજી.....
ચંદ્રકિરણ પણ ચડતાં પહોંચ્યા,
નભ ગંગાને આરેજી,
તારેલીયા શું તાળી દેતાં,
મન મસ્તાના મ્હાલેજી.
રજની કેરી રજત રેતમાં,
ઘર ઘર રમવા બેઠાંજી,
એક બાંધે ને પાડે બીજો,
દેતાં સહુને તેડાં જી.
પરોઢના પગલાં સાંભળતાં,
રજની ગઇ સંતાઇજી,
ભૂલા પડ્યાં ના નજરે આવ્યાં,
ભાળ કદીના લાગીજી.
સ્વર - ફાલ્ગુની શેઠ
મનના ચોક મુકીને મારા શમણાં,
રમવા નિસર્યાજી.....
ચંદ્રકિરણ પણ ચડતાં પહોંચ્યા,
નભ ગંગાને આરેજી,
તારેલીયા શું તાળી દેતાં,
મન મસ્તાના મ્હાલેજી.
રજની કેરી રજત રેતમાં,
ઘર ઘર રમવા બેઠાંજી,
એક બાંધે ને પાડે બીજો,
દેતાં સહુને તેડાં જી.
પરોઢના પગલાં સાંભળતાં,
રજની ગઇ સંતાઇજી,
ભૂલા પડ્યાં ના નજરે આવ્યાં,
ભાળ કદીના લાગીજી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment