પારસી લગ્નગીત
આજે કંઇક નવીન, કંઇક હટકે!!!
સખી, અંગ્રેજી બેન્ડ વાજા વાગે છે,
લોકો પરોઢીએ ઊઠી જાગે છે.
તે દિવસ કેવો રૂડો લાગે છે રે.
હવે લગનની ચીઠ્ઠી છપાવે છે,
એડવર્ડ દસ્તુરને હાથે વહેંચાયે છે.
ત્યાં તો લગનની વર્દી અપાયે છે.
હવે લગનની ધામધૂમ થાયે છે,
બૈરાંઓ તેડાં કરવા જાયે છે,
હરખ લગનને નહીં સમાવે છે રે.
હવે બે વાગા - થઇ ચાયની તૈયારી,
ત્યાં તો બેસીને પીએ છે નરનારી,
તના ખાના છે સુંદર ભારી રે.
હવે સાજનની મિજલસમાં લોકો ઝાઝા,
મંડપે આવી બેઠાં છે વરરાજા,
ખુશબોદાર ગોલાલ ઉડે તાજા રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment