ચાલને ચાલ્યા જઇએ - તુષાર શુક્લ
હજી વરસાદ મન મૂકી વરસવાની આળસ કરે છે. કદાચ આવી પ્રેમભર્યુ ગીત સાંભળીને તેને પણ વરસવાનું મન થઇ જાય...
કવિ - તુષાર શુક્લ
સ્વર - રૂપકુમાર રાઠોડ, અલ્કા યાજ્ઞિક
સંગીત - ગૌરાંગ વ્યાસ
ભીંજીયે ભીંજાઈએ વ્હાલમા વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં.
આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન,
હું ઘટા ઘેઘૂર, ઓઢું આજ આષાઢી ગગન.
જાણીયે-ના જાણીયે કે આ અગન છે કે લગન,
તુંયે ઓગળ-હુંયે થોડું પીગળું ઉનમાદમાં.
તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું હજી,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વરસવાનું વધું.
છે વરસવાનું વધું જો છે તરસવાનું વધું,
ના મજા મોસમની બગડે વ્યર્થના વિખવાદમાં.
કવિ - તુષાર શુક્લ
સ્વર - રૂપકુમાર રાઠોડ, અલ્કા યાજ્ઞિક
સંગીત - ગૌરાંગ વ્યાસ
ભીંજીયે ભીંજાઈએ વ્હાલમા વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં.
આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન,
હું ઘટા ઘેઘૂર, ઓઢું આજ આષાઢી ગગન.
જાણીયે-ના જાણીયે કે આ અગન છે કે લગન,
તુંયે ઓગળ-હુંયે થોડું પીગળું ઉનમાદમાં.
તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું હજી,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વરસવાનું વધું.
છે વરસવાનું વધું જો છે તરસવાનું વધું,
ના મજા મોસમની બગડે વ્યર્થના વિખવાદમાં.
(શબ્દો - ગુંજારવ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment