ભીતરનો ભેરૂં - ભજન
ભજન
સ્વર - પ્રફુલ્લ દવે
ભીતરનો ભેરૂં મારો આતમો ખોવાયો રે,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો,
હે.. વાટે વીસામો લેતા જોયો હોય તો કે'જો.
એના રે વીના મારી કાયા છે પાંગળી,
અને આંખ્યું છતાંયે મારી આંખ્યુ છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રિસાયો રે,
હે.. સરવરમાં તરતા કોઇએ જોયો હોય તો કે'જો.
તનડું રૂંધાયું મારું મનડું રૂંધાયું,
અને કર્મસંજોગે અધવચ ભજન નંદવાયું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો,
આખો સળગતો કોઇએ જોયો હોય તો કે'જો.
હે અલખ અલખ રટતા, અલખમાં રે ભળવું,
અલખના નામે જીવવું, અલખના નામે મળવું,
રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ,
રાધેશ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ,
સીતા રામ રામ રામ, રાધેશ્યામ શ્યામ શ્યામ,

0 પ્રત્યાઘાતો:
Post a Comment