શું જલું જો કોઇની જાહોજલાલી થાય છે - બેફામ
મલ્લિકા-એ-ગઝલ બેગમ અખ્તરના સ્વરના ઉંડાણમાં ડૂબવાનો આનંદ અનેરો છે. તેમના કંઠમાંથી ગઝલ 'ગવાતી' નથી, પણ એક ઝરણાની જેમ વહી પડે છે. બેફામની આ ગઝલ સાંભળતાની સાથે જ આપણા દિલમાં આ ગઝલમાં વર્ણવેલા દર્દની એક ટીસ જરૂર ઉઠશે.
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - બેગમ અખ્તર
શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે.
ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે
વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.
ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.
જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment