દ્વારિકાની દુનિયામાં - મહેશ શાહ
કવિ - મહેશ શાહ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
દ્વારિકાની દુનિયામાં કેમ કરી રહેશો?
કેમ કરી તમને તે ફાવશે,
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
કેવી બપોર તમે વાંસળીના સૂર થકી,
વાયરાની જેમ હતા ઠારતાં...
પાંપણમાં પૂરેલી ગાયોની સાંજ,
તમે પાદરની વાટને મઠારતા...
મોરપીંછ ખોસીને ફરતાં બેફામ હવે,
સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતાં,
ને ક્યાંક વળી ઉદારતા,
ગોવર્ધન જીતવા છતાંય એક રાધાની
પાસે અનાયસે હારતા,
રાજ તણિ રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
દ્વારિકાની દુનિયામાં કેમ કરી રહેશો?
કેમ કરી તમને તે ફાવશે,
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
કેવી બપોર તમે વાંસળીના સૂર થકી,
વાયરાની જેમ હતા ઠારતાં...
પાંપણમાં પૂરેલી ગાયોની સાંજ,
તમે પાદરની વાટને મઠારતા...
મોરપીંછ ખોસીને ફરતાં બેફામ હવે,
સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતાં,
ને ક્યાંક વળી ઉદારતા,
ગોવર્ધન જીતવા છતાંય એક રાધાની
પાસે અનાયસે હારતા,
રાજ તણિ રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળીયું ગામ યાદ આવશે?
0 પ્રત્યાઘાતો:
Post a Comment