ભાઇબહેન - કૃષ્ણલાલ શ્રીધરાણી
ભાઇબહેનનો સંબંધ કદાચ એકમાત્ર એવો સંબંધ હશે, જેમાં ઔપચારિક્તાના તત્ત્વનો અભાવ હોય. આખી દુનિયા સામે મનમાં વૈરાગ્નિ ભરીલો, પણ એ જ મનમાં બહેનના પ્રત્યેના પ્રેમનો ખૂણો ઠંડક પહોંચાડતો હશે. ભાઇ બહેનના પ્રેમના પર્વ ભાઇબીજ નિમિત્તે એક નાનકડું કાવ્ય.
પાંચીકડા કદાચ અમારી પેઢી માટે આઉટડેટેડ કન્સેપ્ટ ગણાય. પણ આ કવિતામાં વર્ણવેલ ભાઇબહેનના પ્રેમની વાત હજી આજે પણ એટલીજ પ્રસ્તુત છે.
કવિ - કૃષ્ણલાલ શ્રીધરાણી
"વીરપસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે ચીર?
મેઘધનુની સાડી કરું,
પે'રી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા ક્યારે પાળે કોલ?"
"તારા સપ્તર્ષિના સાત,
પાંચીકડાની કેવી જાત?
હમણા લાવું, ગમશે બહેન?
મૂકીશ ને તું તારું વ્હેન?
સાથે બહેની રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ."
0 પ્રત્યાઘાતો:
Post a Comment