એકલાં જ આવ્યા મનવા - બેફામ
કવિ બેફામનું આ ભજન આજે લોકભજનની કક્ષાએ પહોંચ્યું છે. અમદાવાદની પોળોમાં ભજનમંડળીઓની રમઝટ જામતી હતી. પુનીત મહારાજ અને અન્ય ભજનીકો અમદાવાદની વિવિધ પોળ અને વિસ્તારમાં ઘૂમી ભજનની રમઝટ માંડતા હતા. મોટા ભાગના ભજનીકો નજીવી દક્ષિણા સાટે તો પુનિત મહારાજ 'ખાધા સાટે સભા' જેવા વિચાર સાથે ભજન માંડતા હતા. આ બધા ભજનીકો માટે ભજન રોજીનો નહીં ઇશ્વરને રાજી કરવાનો વિષય હતો.
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
આવી લુપ્ત થતી પરંપરા અને લુપ્ત થતાં ભજનીકોને યાદ કરી માણીયે આ ભજન.
ફિલ્મ - જાલમસંગ જાડેજા
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - ભૂપિંદર
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
0 પ્રત્યાઘાતો:
Post a Comment