આંખ તારી થઇ જશે - અંકિત ત્રિવેદી
આ ગઝલ સાંભળતા જ સૈફ પાલનપુરીની પ્રખ્યાત ગઝલના શબ્દો યાદ આવે.
'લ્યો સામે પક્ષે 'સૈફ' નજર નીચી થઇ ગઇ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.'
કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - સોનિક સુથાર
સંગીત - અમર ભટ્ટ
આંખ તારી થઇ જશે જયારે નમેલી, ત્યાં ભરીશું આપણે મુશાયરો,
ઊકલે એ વાત તેં જે નહીં કહેલી, ત્યાં ભરીશું આપણે મુશાયરો.
એ જ કિસ્સો, એ જ રેતી, એ જ કાદવ, ધૂળમાં મેલો થયેલો એ સમય,
બાંધશું દરિયે ફરી પાછી હવેલી, ત્યાં ભરીશું આપણે મુશાયરો.
બાંકડો તો યાદ છે ને? યાદ છે ને એ બગીચો? સાંજ ને એ ગમગીની,
રાહ જોતાં ખૂબ તું ગુસ્સે થયેલી! ત્યાં ભરીશું આપણે મુશાયરો.
એ ગઝલ જે ફૂલ પર બેસી રહે ને બાતમી ખુશબૂ સભર આપ્યા કરે,
એ ગઝલ ઝાકળ બની ઊડી ગયેલી, ત્યાં ભરીશું આપણે મુશાયરો.

(Lyrics - Facebook)
0 પ્રત્યાઘાતો:
Post a Comment