તને સાચવે પારવતી - બેફામ
હાલમાં લગ્નસરા પૂર જોશમાં ખીલી છે. અનેક નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે. સુખી દાંપત્ય માટે વડીલો આવા વરધોડીયાને અનેક આદર્શ દંપતિઓના ઉદાહરન આપે છે. ઉત્તરભારતમાં દંપતિઓને ધ્રુવ તારક બતાવવાની પરંપરા છે, જેથી તેમનું દાંપત્ય અચળ રહે. તો ગુજરાતના કેટલાક સમાજમાં અરુંધતીતારક બતાવવાનો રિવાજ છે, જેથી તેમનું લગ્નજીવન વશિષ્ઠ-અરુંધતિ જેવું આદર્શ રહે. જ્યારે શિવપાર્વતીનું દાંપત્યજીવન સહુને આદર્શ ગણાય છે. કારણ કે ત્યાં પત્નીધર્મ કે પતિધર્મનિ એકપક્ષી વાત નથી. પણ સહજીવનની વાત છે, અર્ધનારેશ્વરની વાત છે. આ પ્રસંગે માણિયે આ લગ્નગીત.
ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બરકત વિરાણી 'બેફામ'
સ્વર - લતા મંગેશકર
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
માના ખોળા સમું આંગણું તે મૂક્યું
બાપના મન સમું બારણું તે મૂક્યું
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી
ભગવાનને આજ ભળાવી દીધી
વિશ્વાસ કરીને વળાવી દીધી
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
(Lyrics - Gujarati Songs, Lyrics)
0 પ્રત્યાઘાતો:
Post a Comment