સાયકલ મારી ચાલે - બાળગીત
એક સરસ મજાનું બાળગીત.નાનપણમાં સાયકલ ચલાવાની અને તેના પર રખડવાની જે મજા હતી, તે આજે પણ ખૂબ યાદ આવે છે. આ સાયકલ પર આખા મણિનગરમાં ભટ્ક્યા હતા, તેની અનેક નવી ગલીઓ 'શોધી' હતી. પોતાની આ શોધના મિત્રો સામે બણગાં ફૂંક્યા હતા. સાયકલની રેસ લગાવી હતી. કેટલી બધી વાતો આજે માનસપટ પર આવી ગઇ. તમારી પણ ઘણી યાદો આની સાથે જોડાયેલી હશે. બરાબરને?
બાળગીત
સાયકલ મારી ચાલે એની ઘંટી ટનટન વાગે,
સરસર સરસર ભાગે એની ઘંટી ટનટન વાગે.
ત્રણ પૈંડાવાળીને ગાદીવાળી સીટ,
ફુલ ફાસ્ટ ભગાવું તોય નથી લાગતી બીક.
હું ને ભાઇ મારો આખો દી' ફરવાના,
નદીએ ફરવા જાશું, સૌથી છાનામાના.
સાયકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી
સરસર સરસર ભાગે જાણે એન્જિનગાડી.
બાળગીત
સાયકલ મારી ચાલે એની ઘંટી ટનટન વાગે,
સરસર સરસર ભાગે એની ઘંટી ટનટન વાગે.
ત્રણ પૈંડાવાળીને ગાદીવાળી સીટ,
ફુલ ફાસ્ટ ભગાવું તોય નથી લાગતી બીક.
હું ને ભાઇ મારો આખો દી' ફરવાના,
નદીએ ફરવા જાશું, સૌથી છાનામાના.
સાયકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી
સરસર સરસર ભાગે જાણે એન્જિનગાડી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment