ઘુંઘટપટની વાત - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ઘુંઘટપટની ઘૂઘરયાળી વાત ગગનમાં ધૂપ થઇ,
એક દિવસ ઓ ગાતાં ગાતાં મીરાં ચૂપ થઇ...
મોરપીંછનો રંગ શરીરે ભયો ભયો થઇ વહેતો,
મુરલીનો એક સૂર મીટમાં ધીર થઇને વહેતો,
યમુનાજળની કૂંજ ગલીનમાં મીરાં ગુમ થઇ
ઝેર કટોરો પ્રેમકટારી અને હેમની ગાગર,
કાંઇ કશો નહી ભેદ હવે તો સાંવરિયાનો સાગર
વ્રજ વૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામન રૂપ થઇ
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ઘુંઘટપટની ઘૂઘરયાળી વાત ગગનમાં ધૂપ થઇ,
એક દિવસ ઓ ગાતાં ગાતાં મીરાં ચૂપ થઇ...
મોરપીંછનો રંગ શરીરે ભયો ભયો થઇ વહેતો,
મુરલીનો એક સૂર મીટમાં ધીર થઇને વહેતો,
યમુનાજળની કૂંજ ગલીનમાં મીરાં ગુમ થઇ
ઝેર કટોરો પ્રેમકટારી અને હેમની ગાગર,
કાંઇ કશો નહી ભેદ હવે તો સાંવરિયાનો સાગર
વ્રજ વૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામન રૂપ થઇ
0 પ્રત્યાઘાતો:
Post a Comment