માર્ગ મળશે હે હ્રદય - ગની દહીંવાલા
કવિ - ગની દહીવાલા
સ્વર - ઐશ્વર્યા
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શુંથશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
સ્વર - ઐશ્વર્યા
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શુંથશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
0 પ્રત્યાઘાતો:
Post a Comment