એક બેવફા મારા મનદર્પણ - અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસના ગીતો, ગરબા અને કવિતાઓ માણી. આજે તેમની એક ગઝલ માણીયે. અવિનાશભાઇએ ખુબ જ ઓછી ગઝલ લખી છે. પ્રસ્તુત ગઝલ તેમાની એક છે.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - સુરેશ વાડેકર
ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.
એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
ઝંખી-ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા શબનમ બદલે,
આંસુવન વરસાવી ચાલી ગઇ.
ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગુલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા બાગ બનાવી,
આગ લગાવી ચાલી ગઇ.
(શબ્દો - ગુજરાતી સાહિત્ય)

0 પ્રત્યાઘાતો:
Post a Comment