ઓધાજી અમને શ્યામ રે વિના - મુક્તાનંદ સ્વામી
કવિ - મુક્તાનંદ સ્વામી
સ્વર - સમીર બારોટ
ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે
સગાં ન દીઠાં સોહાયે, મંદિરિયું ખાવાને ધાયે,
ભોજનિયું તે નવ ભાવે રે...
રજનીમાં નિંદ ત્યાગી, લગની એ સાથ લાગી,
કા'ન ન સંદેશો કા'વે રે...
દીવાની થઈને ડોલું, બપૈયાની પેરે બોલું,
મોહની લગાડી માવે રે...
મુક્તાનંદ માવ પાસે, અમને કોઈ રાખે પાસે,
કા'નને કોઈ તેડી લોવે રે...
(શબ્દો - કીર્તન મુક્તાવલી)
સ્વર - સમીર બારોટ
ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે
સગાં ન દીઠાં સોહાયે, મંદિરિયું ખાવાને ધાયે,
ભોજનિયું તે નવ ભાવે રે...
રજનીમાં નિંદ ત્યાગી, લગની એ સાથ લાગી,
કા'ન ન સંદેશો કા'વે રે...
દીવાની થઈને ડોલું, બપૈયાની પેરે બોલું,
મોહની લગાડી માવે રે...
મુક્તાનંદ માવ પાસે, અમને કોઈ રાખે પાસે,
કા'નને કોઈ તેડી લોવે રે...
(શબ્દો - કીર્તન મુક્તાવલી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment