આવ્યો અષાઢ - કવિ નાન્હાલાલ
આજે અષાઢનો પ્રથમ દિવસ. મારા માટે થોડો ખાસ. જો હું સંસ્કૃતનો જાણકાર હોત તો કાલિદાસના 'મેઘદૂત' કાવ્યને લલકાર્યા વગર ના રહેત. કાંઇ નહિ, આપણને ગુજરાતીતો આવડે છે. આજે અષાઢના આગમનને વધાવીયે મહાકવિ ન્હાનાલાલના આ અષાઢકાવ્યથી.
કવિ - નાન્હાલાલ
સ્વર - ફાલ્ગુની પાઠક
સંગીત - અજિત શેઠ
આવ્યો અષાઢ ગાઢ આભલાં છવાયા,
હે.. આંસુડે ચીર સહુ ભીંજાયા,
સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.
ચંદાને સૂર્યમાં જ્યાં સદા સમાણાં,
હે આંખોના તેજ હો હોલાણાં
સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.
પૃથ્વીનાં પુણ્ય જ્યાં પ્રકાશતાં મેં દીઠાં,
હે.. આત્મામૃત કોશ ત્યાં એ મીંઠા,
સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.
વિશ્વના વિલાસ જે મૂર્તિમાં બિરાજે,
હે.. નાચે નેણ કેહ બાજે,
સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.
હૈયાંના મેઘનો હીંચે છેજી હીંડોળો,
હે.. આશાનો એક બોલ બોલો
સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment