Sunday 11 July 2010

નાગર વેલીઓ રોપાવ - રઘુનાથ બ્રહ્મભટ્ટ

આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. 'વન્સમોર', 'વન્સ મોર'... તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર... અનેક વાર... ગુજરાતી રંગમંચના રસિયાઓને આ ઘટનાનું સ્મરણ જરૂર જ હશે. રંગભૂમી પર આ વન્સમોરની શૃંખલા રચનાર રસકવિ એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટ

રસિકાના અધરને લાલચટક કેસૂડા જેવી રંગાવલીથી શોભાવતા નાગરવેલના પાન, પ્રણયફાગના એ પ્રતિકને રસકવિ બિરદાવે છે મુગ્ધમનના સપનાનું નિરૂપણ કરતી આ રચનાથી.


નાટક  - સમુદ્રગુપ્ત
કવિ - રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર - અનુરાધા પૌંડવાલ

નાગરવેલીઓ રોપાવ, તારા રાજ મહેલોમાં,
રૂડાં માંડવડાં બંધાવ, તારા રાજ મહેલોમાં

આંબલિયાની ડાળે, રૂડા સરોવરની પાળે,
રાજા હીંચકે હીંચાવ, તારા રાજ મહેલોમાં.

ઠંડી હવા જો લાગે, અમને અંગ પીડાઓ જાગે
રૂડા વૈદડાં વસાવ, તારા રાજ મહેલોમાં

કોયલડી જ્યાં બોલે, કૂંણાં કાળજડાં કંઇ ડોલે,
રાજા બંસરી બજાવ, તારા રાજ મહેલોમાં

2 પ્રત્યાઘાતો:

Ullas Oza,  Sunday, July 11, 2010 3:59:00 pm  

ગુજરાતી નાટ્ય-સંગીતમા પૂ. રઘુનાથ બ્રહ્મભટ્ટનુ મોટુ યોગદાન છે.
આજે દેશી નાટકો ભૂલાઇ ગયા છે પણ તેના ગીતોનુ વન્સમોર અને દરેક વખતે કઈંક નવુ લાવતુ તે સ્મૃતિમા જડાઈ ગયુ છે.
આપનો આભાર અને અભિનંદન.
ઉલ્લાસ ઓઝા

Anonymous,  Sunday, December 12, 2010 3:09:00 am  

Thank you, I have recently been searching for information about this topic for ages and yours is the best I have discovered so far.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP