ગાગરમાં પાણી છલકવાનું છે - કમલેશ સોનાવાલા
કવિ - કમલેશ સોનાવાલા
સ્વર - સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ગાગરમાં પાણી છલકવાનું છે, જોબનિયું આજે ઝલકવાનું છે.
જ્યાં જ્યાં તમારા પગલાં પડ્યાં, ઝાંઝરને ત્યાં ત્યાં ઝમકવાનું છે.
કેસર-ગુલાબી ચુંદડીને સંગ, સજનીને સાંજે મળવાનું છે,
મઢૂલી બનાવી કાનની સંગ, મુરલીના નાદે મટકવાનું છે.
નજરયુંથી નજરને મળવાનું છે,ઝરમર ઝરમર વરસવાનું છે,
ફૂલની સંગે મહેંકવાનું છે,લજામણી થઇ શરમાવાનું છે.
ઉભરતી ઉંમરને તલસવાનું છે,આશિક આદિલને બહેકવાનું છે,
મુખડું તમારું પૂનમવાનું છે,મધરાતે શમણામાં મળવાનું છે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment