પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
જેનો પ્રિયતમ પરદેશ ગયો છે અને હવે થોડા જ દિવસોમાં પરત આવી રહ્યો છે એવી મિલન ઉત્સુક નાયિકાનું હ્રદય હંમેશા ઇચ્છે કે મારો પિયુ વહેલો પાછો આવે અને સાથે ઘણિબધી ભેટ પણ લાવે. આ પ્રેમના પરમાટનું ગીત માણિયે.
નાટક - અરુણોદય
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
ગાયક - દિપ્તી દેસાઇ
<
તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો
1 પ્રત્યાઘાતો:
જયસીયારામ, ક્રુતાશ ભાઈ
સુંદર ગીત રજુ કરી ને જુના દિવસો યાદ કરાવવા બદલ આભાર.
આ ગીત ૧૯૨૧ માં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયેલ નાટક અરુણોદય નું છે અને ગીત ના કવિ સ્વ.નાટ્ય મહર્ષિ શ્રી પ્રભુલાલ દ્વિવેદી છે.નાટક માં આ ગીત રશીકલાલ અને રસિકા ના પાત્ર દ્વારા રજુ થાય છે.
જૂની રંગભૂમિ ના ગીતો આ રીતે અવાર-નવાર મુકતા રહેશો.
Post a Comment