ઓમ જય આદ્યશક્તિ - શિવાનંદ સ્વામી
Image Source |
ખંભાતમાં માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે સ્વામી શિવાનંદે રચેલી માતાજીની આ આરતી આજે ઘર ઘરમાં ગવાય છે. નોરતાંમા માતાજીનાં આશીર્વાદ મેળવવા ચાલો સહુ કરીયે તેમની આરતી.
કવિ - શિવાનંદ સ્વામી
સ્વર - અભરામ ભગત
સ્વર - ?????
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ થયાં.
ૐ જયો જયો મા જગદંબે.
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ સઘળાં, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.
ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.
દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.
એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.
બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.
તેરશે તુળજા રૂપ તું તારુણી મા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.
ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.
ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.
એક બે એક સ્વરૂપ અંતર નવ ધરશો, મા અંતર
ભોળા ભવાની ને ભજતાં, ભોળા અંબેમાને ભજતાં,
ભવસાગર તરશો.
ૐ જયો જયો મા જગદંબે.
ભાવ ના જાણું ભક્તિ ના જાણું, નવ જાણું સેવા, મા નવ...(૨)
વલ્લભ ભટ્ટને આપી(૨), ચરણોની સેવા.
ૐ જયો જયો મા જગદંબે.
માની ચુંદડી લાલ ગુલાલ, શોભા બહુ સારી, મા શોભા (૨)
આંગણ કુક્કડ નાચે, જય બહુચર બાળી.
ૐ જયો જયો મા જગદંબે.
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા (૨)
અબીલ ઊડે આનંદે, ગુલાલ ઉડે આનંદે,જય બહુચર બાળી.
ૐ જયો જયો મા જગદંબે.
(શબ્દો -readgujarati.com)
0 પ્રત્યાઘાતો:
Post a Comment