છલકાતું આવે બેડલું - લોકગીત
લોકગીત
સ્વર - આશા ભોંસલે
છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના સુતારી રે, વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું…
મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું…
મારા ગામની વહુવારુ રે ભાભઊ તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું
(શબ્દો - અમીઝરણું)
0 પ્રત્યાઘાતો:
Post a Comment