નભ ખોલીને જોયું - ચંદ્રકાન્ત શેઠ
આજે કવિ ચંદ્રકાન્ત શેઠનો જન્મ દિવસ છે. ૭૪મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા. માણીયે આ ગીત.
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. -
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! -
કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. -
લાંબી લાંબી વાટ,
પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
મને સમજાય નહીં;
આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! -
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment