આમ અચાનક શાને અળગા - ચિરાગ ત્રિપાઠી
આચકાલના પ્રણમાં ભેગા થવું અને છૂટા થવુ બહુ સામાન્ય ઘટના છે. કાલસુધી એકમેકના હાથમાં હાથ નાખી ફરનારાઆજે છૂટા હાથની મારામારી પર પણ ઉતરી આવે છે. પ્રસ્તુત ગીત આપણે પહેલા સાંભળેલા ગીત 'હું અને તું સહેજ'નું વિરહવર્ઝન છે. સાંભળીયે આ ગીત.
ફિલ્મ - બેટરહાફ
કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - પરાગીઅમર, વિશ્વનાથ બાટુંકે
સંગીત - નિશિથ મહેતા
આમ અચાનક શાને અળગા થયા આપણે,
છૂટ્યો જો એકમેકનો સાથ, સ્મરણ થઇ રહ્યા આપણે,
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
અંત લાગતો નહીં કશામાં વીતી પળોને ઝંખીયે,
બળબળતું એકાંત હ્રદયને ભીતર જઇને ડંખે
સમયની મુઠ્ઠીમાંથી રેત થઇને સર્યા આપણે,
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
કાલ હતું જે પાસે સઘળું આજ બધુ આભાસ,
આંસુઓને પીવા છતાય શમે નહીં આ પ્યાસ,
પ્રેમઆકાશે ઝરતી સાંજ થઇ ઢળ્યા આપણે.
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
ફિલ્મ - બેટરહાફ
કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - પરાગીઅમર, વિશ્વનાથ બાટુંકે
સંગીત - નિશિથ મહેતા
આમ અચાનક શાને અળગા થયા આપણે,
છૂટ્યો જો એકમેકનો સાથ, સ્મરણ થઇ રહ્યા આપણે,
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
અંત લાગતો નહીં કશામાં વીતી પળોને ઝંખીયે,
બળબળતું એકાંત હ્રદયને ભીતર જઇને ડંખે
સમયની મુઠ્ઠીમાંથી રેત થઇને સર્યા આપણે,
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
કાલ હતું જે પાસે સઘળું આજ બધુ આભાસ,
આંસુઓને પીવા છતાય શમે નહીં આ પ્યાસ,
પ્રેમઆકાશે ઝરતી સાંજ થઇ ઢળ્યા આપણે.
હવે ના રહ્યા આપણે, કે અળગા થયા આપણે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment