પરથમ પ્રણામ મારા - રામનારાયણ પાઠક 'શેષ'
માતૃદિવસે એક સુંદર માતૃવંદના. 'શેષ'નું આ કાવ્ય ઉપનિષદની मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव ભાવનાને વ્યક્ત કરે છે.
કવિ - રામનારાયણ વિ. પાઠક 'શેષ'
સ્વર - ફાલ્ગુની શેઠ, નિરૂપમા શેઠ
પરથમ પ્રણામ મારા, માતાજીને જહેજો રે,
માન્યું જેણે માટીને રતનજી;
ભૂખ્યં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા,
એવા કાયના કીધળાં જતનજી.
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરીજી;
બોલી બોલાવ્યા અમને,દોરી હલાવ્યાં ચૌટે ,
ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.
ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે,
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકને ય કહેજો એવા સૌને ય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચાજી.
(શબ્દો - મા ગુર્જરીને ચરણે)
કવિ - રામનારાયણ વિ. પાઠક 'શેષ'
સ્વર - ફાલ્ગુની શેઠ, નિરૂપમા શેઠ
પરથમ પ્રણામ મારા, માતાજીને જહેજો રે,
માન્યું જેણે માટીને રતનજી;
ભૂખ્યં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા,
એવા કાયના કીધળાં જતનજી.
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરીજી;
બોલી બોલાવ્યા અમને,દોરી હલાવ્યાં ચૌટે ,
ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.
ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે,
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકને ય કહેજો એવા સૌને ય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચાજી.
(શબ્દો - મા ગુર્જરીને ચરણે)
0 પ્રત્યાઘાતો:
Post a Comment