Wednesday, 31 August 2011

મારી ગાગર ઉતારો તો જાણું - સુરેશ દલાલ


કવિ - સુરેશ દલાલ
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Tuesday, 30 August 2011

અબ હમ અમર ભયેં ન મરેંગે - આનંદઘન


ત્યાગ અને નિયમનના પર્વ પર્યુષણ નિમિત્તે એક સુંદર ગીત. મધ્યકાળ દરમિયાન થયેલ ભક્તિ આંદોલનમાં કવિ આનંદઘનનો ફાળૉ અમૂલ્ય છે. આશરે ૧૭મી સદી દરમિયાન થઇ ગયેલા આ કવિએ જ્ઞાનમાર્ગના અનેક પદો રચ્યા છે. તેમના પદો જૈન સંપ્રદાયમાં વધુ પ્રચલીત છે, પણ કવિ પોતે સંપ્રદાયનિરપેક્ષ હતા. અખાની જેમ જ્ઞાનમાર્ગનો ભાવ તેમના પદોમાં જોવા મળે છે. તેમના વિશે શ્રી કુમારપાળ દેસાઇના બ્લોગ પર વધુ વાંચી શકશો.

કવિ - આનંદઘન
સ્વર - મનહર ઉધાસ

Read more...

Monday, 29 August 2011

શિવાષ્ટક


જોત જોતામાં શ્રાવણ માસ પૂરો થઇ ગયો. પણ હજી ભક્તિની મોસમ બાકી છે. પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રી વગેરે પર્વાત્રયી આવવામાં છે. અને પ્રર્વાધિરાજ દીવાળી ને તો કેમ ભૂલાય? અંધશ્રદ્ધા હંમેશ નિંદનીય છે, પણ શ્રદ્ધા હંમેશ વંદનીય છે. શ્રદ્ધાને તર્કના ત્રાજવે તોલવાનું પાપ કદી ન કરાય. બસ તો આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અને અંતિમ સોમવારે ભોળાનાથને રીઝવીયે શિવાષ્ટકના પાઠથી.

દસમા ધોરણના સંસ્કૃતમાં આ સ્ત્રોત્રના લગભગ છ મંત્રોનો અભ્યાસ કર્યો હતો. દરેક શ્‍લોકના અંતમાં આવતી પંક્તિ 'શિવં શંકરં શંભુ મીશાનમીડે (શંભૂમ + ઇશાન + ઇડે)' નો અર્થ સમજવા જેવો છે. આ પંક્તિમાં એક રીતે શિવજીના ચાર જુદા જુદા નામોનો ઉલ્લેખ છે, તો બીજી રીતે તેનો મતલબ થાય છે કે 'સઘળાં જીવોનું મંગળ કરનારા શિવને વંદન કરું છું.'

સંસ્કૃત ભાષાની અદભૂત ચમકૃતિ છે આ પંક્તિમાં. સંસ્કૃતનો વધુ પરિચય તાજેતરના સફારીના અંકમાં પણ માણ્યો. તો બસ હવે બે જુદાં જુદાં સ્વરમાં માણીયે આ અષ્ટક.

Read more...

Sunday, 28 August 2011

મોર બની થનગાટ કરે - ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસે આ સુંદર ગીત. રવિન્દ્રનાથઠાકુરની કવિતાનો પોતીકો લાગતો આ અનુવાદ માણીયે.


કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - ચેતન ગઢવી

Read more...

Saturday, 27 August 2011

આ મનપાંચમના મેળામાં - રમેશ પારેખ


કવિ - રમેશ પારેખ
સ્વર - ઉદય મઝમુદાર,રેખા ત્રિવેદી
સંગીત - ઉદય મઝમુદાર

Read more...

Friday, 26 August 2011

તમને જોયાને રસ્તે રોકાઇ ગયો

રેડીયોએ સંગીતને લોકભાગ્ય બનાવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. સવારે ઉઠવાથી માંડીને રસોઇ કરતા, ખેતરે, ઓફિસમાં, બસ અમસ્તા બેઠા બેઠાં, બસમાં ગમે ત્યાં હોવ, પણ રેડીયો પર ગીતો સાંભળવાનો એક લ્હાવો હતો. બિનાકા ગીતમાલાએ તો આખો દેશ ઘેલું કર્યું હતું. ગુજરાતી પ્રાદેશીક સંગીતને મળેલ 'સુગમ સંગીત' નામ પણ આકાશવાણીની જ દેન છે ને!!!

આજે રેડીયોને અચાનક યાદ કરવાનું કારણ છે. મારા મમ્મીએ નાનપણમાં રેડીયો સાંભળેલા કેટલાક ગુજરાતી ગીતો સંભળાવાની ફરમાઇશ કરી છે. તેની ફરમાઇશ પૈકી તેમને સહુથી પસંદ એવું આ ગીત. કલાકારોના નામ ખબર નથી પડી રહી. કોઇ મદદ કરી શકે???

કવિ,સ્વર,સંગીત - ???

Read more...

Thursday, 25 August 2011

ચંપલના ચાર આના બુટના પૈસા ચાલીસ.

ઇ.સ. ૧૯૫૪માં રાજ કપૂરે 'બુટ પોલીસ' ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મને ભારત અને વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધિ મળી. એક નાના બાળકની સ્વાભિમાનપૂર્વક જીવન જીવવનાની જહેમતનો આનંદ સાચે જ માણવા જેવો છે. આજ ફિલ્મના દ્રશ્ય સાથે સામ્ય ધરાવતું આ ગુજરાતી ગીત માણીયે.

સ્વર - આશા ભોંસલે

Read more...

Wednesday, 24 August 2011

નીતિતુંબી ભવસિંધુને તરાવે - કવિ નર્મદ

કવિ નર્મદનાં જન્મદિવસે ખુબ ખુબ શુભ કામનાઓ.

કવિ - નર્મદ
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ

Read more...

Tuesday, 23 August 2011

આખીએ રાત તને કહેવાની વાત - હર્ષદ ચંદરાણા

કવિ - હર્ષદ ચંદરાણા
સ્વર - સંજય ઓઝા
સંગીત  માલવ દીવેટીયા

Read more...

Monday, 22 August 2011

શ્રી કૃષ્ણ શરણં મમઃ - કૃષ્ણગીત

રાધારમણ દેવ - જૂનાગઢ
આજે આપણાં નટખટ કાનુડાનો જન્મ દિવસ છે. Happy Birthday. કોઇના પુત્ર તો કોઇના પતિ, કોઇનો સેવક તો કોઇનો સ્વામી, કોઇનો મિત્ર તો કોઇનો સખા, કોઇનો ભાઇ તો કોઇનો ઇશ્વર. કેટલાં રૂપ, કેટલાં સ્વરૂપ. પકડવા જાવ તો ન પકડાય પણ આપણા અંતરમાં સમય. બધી શ્રીકૃષ્ણની લીલા.

સહુ કોઇને કૃષ્ણના જીવનમાંથી પોતાના ખપનું મળી જ રહે છે. એટલે જ મધ્યકાળમાં થયેલા ભક્તિ આંદોલનમાં સહુ તેનાથી મોહીત થયા હતાં. વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, સહજાનંદ સ્વામી, નિબંડ્કાચાર્યજી વગેરે અનેક ભક્તિમાર્ગી સંતોએ એક યા બીજા સ્વરૂપે કૃષ્ણનો આશરો સ્વીકાર્યો છે. આવા કાનજી મહારાજનાં જન્મ દિવસે કંઇક સ્પેશિયલ.

સ્વર - આસિત દેસાઇ

Read more...

Sunday, 21 August 2011

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી - વેણીભાઇ પુરોહીત

ગઝલ ગાયકી ક્ષેત્રે આજે જગજિતસિંહનું નામ એક સીમાચિહ્ન સ્વરૂપ છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે પોતાની કારકીર્દીનો પ્રારંભ ગુજરાતી ફિલ્મથી કર્યો છે. અજિત મર્ચંટે તેમને ગુજરાતી ફિલ્મ 'ધરતીના છોરૂં'માં પ્રથમ ગાવાની તક આપી. આ જ ફિલ્મનું ગીત માણીયે.

ફિલ્મ - ધરતીનાં છોરૂં
સ્વર - જગજિતસિંહ, સુમન કલ્યાણપુર
સંગીત - અજિત મર્ચંટ

Read more...

Saturday, 20 August 2011

મીરાં બોલી - ઇન્દુલાલ ગાંધી

કવિ - ઇન્દુલાલ ગાંધી


Read more...

Thursday, 18 August 2011

આજની ઘડી તે રળિયામણી - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - મહેન્દ્ર કપુર

Read more...

Wednesday, 17 August 2011

મને લાગી કટારી પ્રેમની - મીરાંબાઇ

કવિ - મીરાંબાઇ
સ્વર - નિશા ઉપાધ્યાય
સંગીત - આસિત દેસાઇ

Read more...

Tuesday, 16 August 2011

લાગી રે લગાવી લગન ન લાગે - અવિનાશ વ્યાસ

આજે સુગમ સંગીતનું ઉત્તમ નામ ગણાતા પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ. આજે માણીયે તેમનું આ ગીત. Happy Birthday Purushottamdada

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Monday, 15 August 2011

ભારત - ઉમાશંકર જોશી

સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા. દેશ વિકાસ તરફ આગેકુચ જાળવી રાખે અને આળસ ખંખેરી નાંખે તેવી ઇશ્વરને પ્રાર્થના.

કવિ - ઉમાશંકર જોશી
સ્વર, સંગીત - ???

Read more...

Sunday, 14 August 2011

કંકોત્રી - આસીમ રાંદેરી

આ ગઝલ અને તેના કર્તા વિશે કોઇને પરિચય આપવાનો હોય જ નહીં. લીલાકાવ્યો દ્વારા અમર થઇ જનારાં અને લીલાકાવ્યોને અમર કરનારા કવિ આસિમને ૧૦૭ન જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છા. આસિમની ભૌતિક ગેરહાજરી હોવા છતાં એમની લીલા દ્વારા તેઓ આપણી વચ્ચે જીવંત જ છે. માણીએ આ આસ્વાદ.

કવિ - આસિમ રાંદેરી

સ્વર, સંગીત - મનહર ઉધાસ

Read more...

Saturday, 13 August 2011

એક કાચી સોપારીનો કટકો - વિનોદ જોશી

આપ સહુને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા. સૂતરના દોરા વડે આપના જીવનમાં પ્રેમનો તાંતણો મજબૂત બને અને એમાં ક્યારે પણ ગાંઠ મ પડે તેવી સહુને શુભેચ્છા.

આજે કવિ વિનોદ જોશીની ૫૬મી વર્ષગાંઠ. કાચી સોપારી વિશે તેમણે કેટલા સુંદર ગીતો આપ્યાં છે. એવું જ એક મસ્ત ગીત, તેમના જન્મદિવસે સપ્રેમ.

કવિ - વિનોદ જોશી
સ્વર,સંગીત - સુરેશ જોશી

Read more...

Friday, 12 August 2011

કોઈ કારણ પુછે તો - તુષાર શુક્લ

કવિ - તુષાર શુક્લ
સ્વર - આરતી મુન્શી
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Thursday, 11 August 2011

મોરલી તો ચાલી રંગ રૂસણે રે - લોકગીત

તારીખ ૦૬/૦૪/૧૦ ના રોજ દિવાળીબેનના અવાજમાં મૂકેલ આ ગીત ફરી એક નવા સ્વરમાં માણિયે.

લોકસાહિત્યમાં કૃષ્ણ અને રાધાને અદકું સ્થાન મળ્યું છે. કૃષ્ણની મોરલીને પણ લોકગાયકોએ સારાં એવાં લાડ લાડાવ્યાં છે. અહીં મોરલી એ નારી કે સ્ત્રીનો સંકેત કરે છે. એનાં રૂસણાંની વાત આ ગીતમાં કરવામાં આવી છે. એનું રૂસણું રંગીન છે. જરા વિશિષ્ટ ભાવછટાવાળું છે, પણ આ રૂઠેલી નારને મનાવે કોણ? પ્રથમ પ્રયત્ન સસરા કરે છે. પણ એમના પ્રયત્નોને આ નારી ગણકારતી નથી. સાસુ, જેઠ, દિયર વગેરેના પ્રયત્ને પણ માનતી નથી. છેવટે 'પરણ્યો' મનાવવા જાય છે ત્યારે 'એની વાળેલી ઝટ વળી જાઉં' એવો ભાવ બદલી પાછી ફરવા તત્પર થાય છે.

Read more...

Wednesday, 10 August 2011

અમને જડ્યાં - રાવજી પટેલ

આજે કવિ રાવજી પટેલની પુણ્યતિથિ. તેમને શબ્દાંજલી આર્પીએ આ ગીતથી.

કવિ - રાવજી પટેલ

Read more...

Tuesday, 9 August 2011

ધીરે ધીરે આવ હવા તું

સ્વર,સંગીત,કવિ - ????

Read more...

Monday, 8 August 2011

શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

કવિ - પુષ્પદંત
સ્વર - ???

Read more...

Sunday, 7 August 2011

ગગનવાસી ધરા પર - નાઝીર દેખૈયા

કવિ - નાઝીર દેખૈયા
સ્વર, સંગીત - મનહર ઉધાસ

Read more...

Saturday, 6 August 2011

વારે વારે જાવ વ્હાલાજી - પ્રેમાનંદ સ્વામી

કવિ - પ્રેમાનંદ સ્વામી
સ્વર, સંગીત - ????

Read more...

Friday, 5 August 2011

આ કોની મનોરમ દ્ધષ્ટિથી

કવિ - ગની દહીંવાલા
સ્વર, સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Thursday, 4 August 2011

સાત સૂરોના સરનામે - અંકિત ત્રિવેદી

કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Wednesday, 3 August 2011

કવિતા ન કરવા વિશે કવિતા - જયંત પાઠક

કવિ - જયંત પાઠક

Read more...

Tuesday, 2 August 2011

હ્રદયના શુદ્ધ પ્રેમીને - પ્રભુલાલ દ્વિવેદી

નાટક - માલવપતિ મુંજ
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - મૂળચંદમામા

Read more...

Monday, 1 August 2011

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય




કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP