Tuesday, 31 August 2010

મારો મામો મેહાણાનો - અવિનાશ વ્યાસ

ફિલ્મ - સંતુ રંગીલી
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે

Read more...

Monday, 30 August 2010

પાંપણ પાછળ નેણ છુપાવ્યાં - નિરંજના ભાર્ગવ



કવિ  -  નિરંજના ભાર્ગવ
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત - ???

Read more...

Sunday, 29 August 2010

પહેલી મુલાકાતમાં - પ્રણયગીત

એક સૂચના - બ્લોગ પરથી ગીત અને શબ્દો કોપી કરવા સામે મને કોઇ જ વાંધો ન હતો અને હજી પણ નથી. પણ કાલે એક વાત જાણવા મળી જેમાં જો હું ત્વરીત પગલાં ન લવું તો કાયદાનો ભંગ થાય તેમ છે. આથી હાલપૂરતું તાત્કાલીક અસરથી કોપી-પૅસ્ટ અને રાઇટ ક્લીક ડીસએબલ કર્યા છે. તથા એ સમસ્યાનું કાયદા માન્ય સમાધાન શોધી રહ્યો છું. મળ્શે તો આપણી યાત્રા આગળ ચાલ્શે નહિ તો વહેલી તકે પૂર્ણવિરામ. આજે સાંભળો આ ગીત.
ફિલ્મ - સુખમાં સહુ, દુઃખમાં વહુ
ગીત - ????
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
સંગીત - ????

Read more...

Saturday, 28 August 2010

મા મને કોઇ દી' સાંભરે નંઇ - ઝવેરચંદ મેઘાણી

આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. તેઓ એક એવાં બાળકની વાત કરે છે જેણે જન્મતાની સાથે જ પોતાની માતાને ગુમાવી દિધી છે. માતાનો ચહેરો પણ તેને યાદ નથી. આ કરૂણા સભર ગીત સાંભળીયે.

કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ

Read more...

કવિ ઝવેરચંદ મેઘાણીનો પરિચય

ગાંધીજી એ જેમને 'રાષ્ટ્રીય શાયર'નં બિરુદ આપેલ તેવાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ગુજરાતનાં લોકપ્રિય અને લોક હૈયે વસેલા સાહિત્યકાર છે. તેમણે સાહિત્યમાં લોકહૈયાને ગુંજતું કર્યું છે અને સાહિત્યને લોકહૈયા સુધી પહોંચાડ્યું. સાહિત્ય અને સમાજ વચ્ચે સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમની પ્રેરણા લઇને અનેક સાહિત્યકારો ધરતીની સુગંધ લઇને સાહિત્યમાં પ્રગટ્યા.

Read more...

Friday, 27 August 2010

મહોબ્બતથી મહેંક્યા આ ગુલશન - તુષાર શુક્લ


તુષાર  શુક્લનું આ ગીત માણીયે. આ ગીત સાંભળીને 'કભિ કભિ'નું 'મેં હરેક પલકા શાયર હું' યાદ આવ્યા વગર ના રહે.

કવિ - તુષાર શુક્લ
સંગીત - નયનેશ જાની
સ્વર - સંજય ઓઝા, દર્શના ગાંધી

Read more...

Thursday, 26 August 2010

મને ચાકર રાખોજી - મીરાંબાઇ


આધુનિક મીરાંબાઇ જ્યુથિકા રોયના સ્વરમાં આ સુંદર મીરાંભજન.

મીરાંબાઇ
સ્વર - જ્યુથિકા રોય
સંગીત - પ્રાચીન

Read more...

Wednesday, 25 August 2010

કવિ નર્મદની ૧૭૭મી જન્મ જયંતી વિશેષ

કાલે આધુનિક સાહિત્યકારોમાં આદ્ય એવાં કવિ નર્મદની ૧૭૭મી વર્ષગાંઠ ગઇ. રક્ષાબંધનની ધમાલમાં મારા ધ્યાનમાંથી જ આ બાબત નીકળી ગઇ. કંઇ નહિ, આજે આ વર્ષગાંઠ ઉજવીએ.

કવિ નર્મદ વિશે ઘણાં બધાએ ઘણું લખ્યું છે. નર્મદાશંકર દવેમાંથી કવિ નર્મદ અને વીર નર્મદની તેની યાત્રા સહુને માટે પ્રેરણાદાયી છે.

બસ આજે નર્મદની જીવન ઝરમર માણીએ. નર્મદનાં જીવનનાં મહત્ત્વનાં પ્રસંગોનું વૃતાંત માણીએ.

સ્વર - હરિશ ભીમાણી

Read more...

Tuesday, 24 August 2010

ભાઇ તારા કરશે રખવાળા મારી રાખડી

રક્ષાબંધનન દિવસે એક વધારાના ગીતનું બોનસ.

કવિ - ???
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપુર
સંગીત - ???

Read more...

Monday, 23 August 2010

બ્રહ્મગિરી છે પર્વત સુંદર - શૈવભજન

શ્રાવણમાસના આ સોમવારના દિવસે સાંભળીયે આ શિવભજન.

કવિ - ???/
સ્વર - પ્રીતિ ગજ્જર
સંગીત - ????

Read more...

Sunday, 22 August 2010

પિયુ મારો લીલો લજામણીનો છોડ - ભાસ્કર વ્હોરા

કવિ - ભાસ્કર વ્હોરા
સ્વર - હર્ષિદા રાવળ
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Saturday, 21 August 2010

મારું બારણે ઝૂર્યાનું સંભારણું - કનુ રાવલ

કવિ - કનુ રાવલ
સ્વર - ????
સંગીત - ????

Read more...

Friday, 20 August 2010

નર્મદા શું ગાવું શોભા સાંજની - નર્મદ

(Photo - Indiamike)
કાલે જ સમાચાર સાંભળ્યા કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદાનું સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલ્યું છે.  ઉપરવાસમા થયેલા સારા વરસાદને કારણે બંધ ઓવરફ્લૉ થવાની શક્યતા છે. જોવાનું નસીબ તો ખબર નહિ ક્યારે મળશે. પણ આજે નર્મદામાતાનાં વધામણા લઇએ કવિ નર્મદનાં આ નર્મદાકાવ્યથી.

કવિ - નર્મદ
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ

Read more...

Thursday, 19 August 2010

ચાલ વરસાદની મૌસમ છે - હરિન્દ્ર દવે

કાલથી ધીમી ધારે ગુજરાતમાં વરસાદનો બીજો તબક્કાનો પ્રરંભ થયો છે. આ માહોકને વધાવીએ આ વર્ષાગીતથી.

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - સોલી કાપડીયા, નિશા કાપડીયા
સંગીત - ????

Read more...

Wednesday, 18 August 2010

મને બિકાનેરી ચુંદડી - અવિનાશ વ્યાસ

આજે રાજસ્થાની છાંટવાળું ગુજરાતી ગીત. જેમ મારવાડિ પ્રજા ગુજરાતમાં ઓતપ્રોત થઇ ગયાં છે તેમ આ ગીતમાં મારવાડની મહેંક ઓતપ્રોત થઇ ગઇ છે.

ફિલ્મ - રા'નવઘણ
ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
સંગીત - અવિનાશ વ્યાસ

Read more...

Tuesday, 17 August 2010

દિવસો જુદાઇના જાય છે - ગની દહીવાલા

આજે આપણાં ગનીચાચાનો ૧૦૨મો જન્મદિવસ. પુરૂં નામ દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ. પણ સાહિત્યના રસિકોનાં મન તો વ્હાલા ગનીચાચા. સામાન્ય રીતે ગઝલો સમાજના અમુક વર્ગ પુરતી જ મર્યાદિત રહે છે, પણ ગનીચાચાની કલમે નીપજેલું અને રફીના કંઠે ગવાયેલું આ ગીત આજે જાણે એક લોકગીત બની ગયું છે. માણીયે ગનીચાચાની આ અદભૂત રચના.

Read more...

Monday, 16 August 2010

બળિયા બાપજી રે - લોકગીત

આ ગીત સાંભળીને લગીરે ગેરસમજ ન કરતાં. હું લગીરે અંધશ્રધ્ધાળું નથી. હું સુપેરે જાણું છું કે વર્ષો પહેલા, જ્યારે તબીબી સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે શીતળા, ઓરી, અછબડાં અને બળિયા જેવાં રોગો સામે છૂટકારો મળવવાં ઇશ્વર સિવાય બીજો કોઇ આધાર ન હતો. આથી જ ભોળી પ્રજા શીતળામાતા, બળિયાકાકા જેવાં ભગવાનને શરણે આ રોગથી બચવા માટે જતી હતી. (તા.ક. આજે પણ અમદાવાદ જેવા મેગા સીટીના પૉશ એરીયામાં રહેતા ભણેલાગણેલા કુટુંબની વ્યક્તિઓ ઘરમાં કોઇને શીતળા કે બળિયા નીકળે તો ડૉક્ટર પાસે જવાં કરતાં મંદિરે જવાનું વધુ પસંદ કરે છે. આવા ઘણાં લોકો આજે પણ છે.) નાનપણમાં વડીલોની શીખામણને કારણે હું પણ આ ગાડરિયા પ્રવાહનો એક ભાગ રહી ચુક્યો છું.

Read more...

Sunday, 15 August 2010

જનગણમન અધિનાયક જય હે - રવિન્દ્રનાથ ટાગોર

ભારતનો આજે સ્વાતંત્ર્યદિન છે. તેનાં માહમત્ય વિશે આજે કશી ચર્ચા નથી કરવી કારણકે  આપ સહુ એ જાણો જ છો (અને ન જાણતા હોય તો આજનાં છાપાં વાંચી લેજો). આજનાં આ પર્વને અનુલક્ષીને કયું ગીત મુકવું તેના વિશે થોડું સર્ફિંગ કર્યું તો મને આશ્ચર્યની એ વાત જાણવા મળી કે આપણું આ રાષ્ટ્રગીત કોઇ ગુજરાતી બ્લોગ પર ઉપલબ્ધ નથી. એટલું જ નહિ અન્યવેબસાઇટ પર પણ આ ગીત આખું નથી. તમારી જાણ સારું કે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત પાંચ ફકરામાં લખ્યું છે, તેમાંથી ફક્ત પહેલો ફકરો ભારતે પોતાનાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યો છે. આજનાં આપર્વને અનુલક્ષીને વાંચો આ ગીતનાં પુરેપુરા પાંચ ફકરા. હા પણ, કમભાગ્યે ઓડીયો પહેલા ફકરાં પુરતો જ છે.

Read more...

Saturday, 14 August 2010

જુઓ લીલા કૉલેજમાં જાય - આસીમ રાંદેરી

આજે લીલાકાવ્યનાં સર્જક આસિમ રાંદેરીની ૧૦૬મી જન્મજયંતી છે. આ દિવસે સાંભળિયે એક લીલા કાવ્ય.

કવિ - આસિમ રાંદેરી
સ્વર, સંગીત - મનહર ઉઘાસ

Read more...

Friday, 13 August 2010

કે મૈયર પાછું સાંભરે - વિનોદ જોશી

કવિ વિનોદ જોશીને ૫૫મી જન્મગાંઠની શુભેચ્છા. તેમનાં માનમાં માણીયે તેમનું આ ઊર્મિગીત.

કવિ - વિનોદ જોશી
સ્વર - વિરાજ-બીજલ
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Thursday, 12 August 2010

નહિ રે ભુંલું - યૉસેફ મૅકવાન

કવિ - યૉસેફ મેકવાન
સ્વર - પરાગી અમર, પાર્થિવ ગોહિલ
સંગીત -  ગૌરાંગ વ્યાસ

Read more...

Wednesday, 11 August 2010

શંભુ ચરણે પડી માંગું - સ્તુતિ



આજથી પવિત્ર શ્રાવણમાસનો શુભારંભ થાય છે. આજના દિવસે સાંભળીયે ભગવાન શિવની આ પ્રખ્યાત પ્રાર્થના.

લોકભજન
સ્વર - ભીખુદાન ગઢવી
સંગીત - ???




શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો ॥૮॥

(Lyrics - બ્લોગોસ્તવ)

Read more...

Tuesday, 10 August 2010

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા - રાવજી પટેલ

આમ તો આ ગીત  મોટા ભાગનાં ગુજરાતી બ્લોગ પર તમને વાંચવા અને સાંભળવા મળશે. પણ આજે આ ગીત ફરી ફરીથી આપની સમક્ષ મુકવાની લાલચ હું રોકી શકતો નથી. તમે ભલે આ ગીત સાંભળ્યું હોય, પણ એને ફરી સાંભળવાનો લ્હાવો લઇ લો. 'કાશીના દિકરા' ફિલ્મમાં આ ગીતનું ચિત્રાંકન સાચે જ ભાવાવહી હતું. ધોરણ ૧૨માં ગુજરાતીના સાહેબે આ કાવ્ય ચલાવ્યું ત્યારે આખો વર્ગ જાણે એક ઘેરા વિષાદમાં ડૂબી ગયો હતો. આ  ગીત છે જ એટલું ભાવાવહી.

રાવજી પટેલનું આ ગીત લખાયું છે લગ્નગીતનાં ઢાળમાં પણ એમાં અનુભવ થાય છે આભાસી મૃત્યુનો અથવા તો કહો મૃત્યુના આભાસનો. લગ્ન અને મૃત્યુની ક્ષણોને આમ પાસે પાસે મુકીને જોવાની ઘટના અત્યંત વિલક્ષણ છે. 'કંકુ', 'વે'લ', 'શગ','ઘોડો' અને 'ઝાંઝર' જેવા શબ્દો લગ્નને પ્રગટ કરે છે એટલા જ મૃત્યુને પ્રગટ કરે છે.

સુર્ય જીવનશક્તિનો અર્થ ધરાવે છે અને ધોડા સુર્યના વાહન પણ છે. વળી કંકુનો સંદર્ભ માંગલ્ય સાથે છે. કાવ્યનાયક આથમતા લાલ કંકુ-શા સૂરજને રોજ નિહાળે છે. એટલે જ અહી 'સૂરજ' બહુવચનમાં વપરાયો છે. અકાળે એ પોતાની જીવનશક્તિને આમ આથમતી જુએ છે. 

ભારતીય પરંપરામાં મૃત્યુ મંગળ છે, તેથી અહીં 'હણહણતી સુવાસ' શબ્દો મુક્યા છે. 'હણહણવું' શબ્દ ઘોડાના અવાજને, યૌબનસહજ ઉછાળને પ્રગટ કરે છે. આ શબ્દ પકડે છે કાન, પણ 'સુવાસ' શબ્દ પ્રયોજીને કવિએ કાનનું ક્ષેત્ર નાક સુધી વિસ્તાર્યું છે. બધી ઇન્દ્રિયો જાણે કે એકસાથે આ લગ્નમય મૃત્યુનો અનુભવ કરી રહી છે.

'અજવાળા ફેરીને ઊભા શ્વાસ'માં પણ જ્યોર્તિમય દિવ્યલોકનો સંદર્ભ જોઇ શકાય છે. 'પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા'માં યૌવન દરમ્યાન જ મૃત્યુ (પીળું પાન) આવી ગયું એમ કવિ કહે છે. 

લગ્ન અને મૃત્યુ બન્નેમાં ચોકનું મહત્વ છે. આગમન અને વિદાયનું એ સંધિસ્થળ છે. લગ્નની જાન ચોકમાંથી જ ઊઘલે છે તો નનામી પણ ચોકમાંથી જ ઊઠે છે. 

'પંછાયો' મૃત્યુનો સીધો સંકેત છે. પત્નીનો સ્વાગતબોલ કે ઝાંઝરબોલ હજી રોકે છે. ભરયુવાનીએ મૃત્યુનો અનુભવ હોય ત્યારે હજી વૃત્તિઓ  અધૂરી હોય. અલકાતાં-મલકાતાં રાજ(ભોગ) પૂરાં ના ભોગ્વ્યાં હોય, ને આમ ચાલ્યાં જવાનું થાય તો બધું અધુણ્રું-અડશું જ લાગેને! આ અધૂરપને કારણે સજીવી હળવાશ પણ વાગતી હોય તેમ લાગે છે. એ મૃત્યુની ઠેસ છે પણ છે સજીવી, કેમ કે એ નાનકડી ઠેસ પછી પુનઃ ચાલવાનું હોય છે. એ માત્ર હળવી ઠેસ છે. 

વ્યાકરણ અને વ્યવહારમાં ન જોવા મળતાં અનિયમિત અને અપરિચિત શબ્દજોડાણો કવિએ આ કાવ્યમાં વાપર્યા છે.

કવિ - રાવજી પટેલ
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા



સ્વર - ભુપીંદર સિંગ
સંગીત - અજિત શેઠ



મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે;લ શંગારો વીરા, શગને સંકોરો
  રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !

પીળે રે પાંદે લીલા ધોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
  રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...


Read more...

કવિ રાવજી પટેલ

ખેડા જિલ્લાનાં ડાકોર પાસે આવેલા વલ્લભપુરા ગામે એક કૃષિપરિવારમાં તારીખ ૧૫-૧૧-૧૯૩૯ના રોજ રાવજી પટેલનો જન્મ થયો હતો.

Read more...

Monday, 9 August 2010

મને રૂપાની ઝાંઝરી ઘડાવ


આજનું આ ગીત બહુ જ મધુરું છે કારણ કે તેમાં સ્ત્રીઓની સ્વભાવગત લાક્ષણીતા વ્યક્ત થઇ છે. આપણા સાહિત્યમા સ્ત્રીઓએ પાટણનાં પટોળા, ચંદનહાર, સડ્ક્યું ને ન જાણે શેની શેની ફરમાઇશ કરી છે. પતિના મતે દુનિયામાં બધાનો જ અંત છે, પણ પત્નીની ફરમાઇશોનો અંત નથી. અત્યાર સુધી હું આ વાત સાચી માનતો હતો.

પણ પછી મને એક દિવસ અચાનક વિચાર આવ્યો. એણે કહ્યું કે સ્ત્રી કદી પતિ પાસે ક્યારેય કશું નથી માંગતી. ઉલટાનું પોતાનું પણ જે છે તે તેને સમર્પિત કરી દે છે. આપણાં ગીતોમાં પણ તે ભાવનો પડઘો છે. સ્ત્રી તો માંગે છે પોતાના વાલમ પાસે, ગુલાબી પાસે, સાહ્યબા અને છેલ પાસે. એવી વ્યક્તિ પાસે કે જે તેની ફરમાઇશોથી કંટાળે નહિ અને તેને પૂરી કરવામાં આનંદ અનુભવે. જેની પાસે પ્રેમપૂર્વક માંગણી કરવાનો હક હોય તેની જ પાસે માંગે છે. બસ તો આજે થોડી ફરમાઇશો સાંભળીયે.

(નોંધ- સ્ત્રીઓએ આ ગીત ના સાંભળ્વું નુકસાન કારક છે {તેમના છેલ કે છબિલાં માટે )

કવિ - ????
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય



મને રૂપાની ઝાંઝરી ઘડાવ, વાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ, વાલમ વરણાગી

આભલાં ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે
હે મારા કમખામાં ભાત્યું પડાવ, વાલમ વરણાગી

ઝીણી ઝીણી પાંદડીની નથણી ઘડાવી દે,
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે,
હે મારા ડોકની હાંસડી બનાવ, વાલમ વરણાગી

સોના-ઇંઢોણૉ ત્રાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દીવડાં પ્રગટાવી દે,
હે ઢોલ-ત્રાંસા શરણાઇ મંગાવ,વાલમ વરણાગી

Read more...

Sunday, 8 August 2010

રે'શું અમેય ગુમાનમાં - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
સ્વર - હરિશ ઉમરાવ (???)
સંગીત - ???

Read more...

Saturday, 7 August 2010

કલમ વીજની વાદળ કાગળ - તુષાર શુક્લ

વીજની કલમ વડે વાદળનાં કાગળ પર કવિતા તુષાર શુક્લ જ કરી શકે. આ વાદળછાયા વાતાવરણમાં તેમની એક લાગણીભીની કવિતા માણીયે.

કવિ - તુષાર શુક્લ
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Friday, 6 August 2010

એવો પ્રભુ બનાવ્યો શા માટે?

કવિ - ???
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત - ????

Read more...

Thursday, 5 August 2010

હું તો બદરા જોઇ ડરી - મલ્હાર રાગનું ગીત

છેલ્લા બે દિવસથી અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદનાં મોજિલા વાતાવરણમાં મલ્હાર સાંભળતાં મન ભરાતું જ નથી. થોડા  સમય પહેલા મલ્હાર રાગમાં એક રચના મુકી હતી. આજે ફરી મલ્હાર સાંભળો આશા ભોંસલેના અવાજમાં.

કવિ - ??
સ્વર - આશા ભોંસલે
સંગીત - ???

Read more...

Wednesday, 4 August 2010

પેલા વરસાદનો છાંટો મને વાગ્યો - અનિલ જોશી

કવિ - અનિલ જોશી
સ્વર - હેમા દેસાઇ
સંગીત - આસિત દેસાઇ

Read more...

Tuesday, 3 August 2010

હળવદનાં બ્રાહ્મણો ૩૫ લાડું જમે - લોકગીત

હળવદ એટલે લાડવા પ્રિય બ્રાહ્મણોનું ગામ. મારું મોસાળ ધ્રાંગધ્રાથી હળવદ થોડા જ કિલોમિટરનાં અંતરે. અહીંના બ્રાહ્મણો એક જ ટંકમાં ૨૦-૩૦ લાડવા ખાવા માટે પ્રખ્યાત. આ લાડુપ્રિય પ્રજાની ખાસિયતને રજૂ કરતું એક મસ્તીગીત માણીયે.

Read more...

Monday, 2 August 2010

દીકરીતો પારકી થાપણ કહેવાય - અવિનાશ વ્યાસ

ફિલ્મ - પારકી થાપણ
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર

Read more...

Sunday, 1 August 2010

નાવિક વળતો બોલિયો - ભાલણ

સહુ વાચક મિત્રોને ૫૦૦વર્ષના ભૂતકાળમાં આજે સફર કરાવી છે. આ એ સમય છે જ્યારે ગુજરાતી સાહિત્ય તેની બાળાવસ્થામાં હતું. મુસ્લિમ, મરાઠા શાસકો વચ્ચે પોતાના અસ્તિત્વ ટકાવા ઝઝૂમતુ હતું. એટલું જ નહિ, પોતાના જ દેશના સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષાભરી નજર સહન કરતું હતું. એ વખતે સંસ્કૃત સિવાયની અન્ય ભાષા ની બહુ કિંમત ન હતી. જ્યારે ભાષાની જ કિંમત ન હોય તો તેના સાહિત્યને કોણ પૂછે. આમ છતાં આ સમયમાં આપણા ગુજરાતી સાહિત્યને નાકર, ભાલણ, નરસિંહ મહેતા, મીંરા, યશોવિજય, રૈદાસ, પ્રેમાનંદ, પ્રાણનાથ, ઉદયર્ત્ન, શિવાનંદ, મૂળદાસ જેવા અનેક કવિઓએ બળ પુરું પાડ્યું આજે આવા જ પ્રાચીન સાહિત્યકાર ભાલણની એક રચના માણીયે.

Read more...

મારી વેણીમાં ચાર ચાર ફૂલ - અવિનાશ વ્યાસ


ફરી આ ગીત હાજર છે એક નવા જ સ્વરમાં.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP