Friday, 30 April 2010

સાંયાજી, કોઇ ઘટમાં ગહેકે ઘેરું - મકરંદ દવે

કવિ - મકરંદ દવે

Read more...

દરેક સમાજ સાથે કોઇકને કોઇક રિવાજ સંકળાયેલા હોય છે. આ રિવાજો સમાજની ઓળખ સમાન છે. પણ જ્યારે આ રિવાજો જડ બની અમાનુષ બને છે ત્યારે તે સમાજની પ્રગતીને રૂંધી નાખે છે.

આવો જ કુરિવાજ છે, મૃત્યુ પછી કરવામાં આવતા કારજનો. મૃત્યુ બાદ દસમા, બારમાં, તેરમાંની વિધી કરવાન, બ્રાહ્મણોને જમાડવાના, આખી નાત જમાડવી, પંડીતોને મસમોટાં (ફરજીયાતપણે) દાન કરવાના જંગલી રિવાજે ઘણાંની કમર તોડી નાખી છે. આ કુરિવાજ કેટલાક વર્ગ માટે આજીવિકાનો સ્ત્રોત બની ગયો છે. આથી જ તેને એનકેનપ્રકારે જુદા જુદા તાગડા કરી પ્રસાર કરાય છે. મને તો આ રિવાજ પ્રત્યે ઘૃણા છે, આથી જ મેં કોઇના પણ કારજવિધિમા નહીં જમવાનુ એવું નક્કી કર્યું છે.

જો કે છેલ્લા કેટલાંક સમયમા તેની સામે જાગૃતિ વધી છે ખરી. પહેલા તો મૃતકના કુટુંબના બધા પુરુષસભ્યોએ ફરજીયાત મુંડન કરાવવુ પડે. આજે તે મહદાંશે મરજીયાત બન્યું હે. કેટલાક તો મૂંછ મૂંડાવીને પણ ચલાવી લે છે.

ઉપરાંત વર્ષો પહેલા દસમા, બારમા, તેરમાની લાંબી લાંબી વિધી ચાલતી, તે હવે એક જ દિવસ પૂરતી મર્યાદિત થઇ ગઇ છે. એક જ દિવસે બધુ પતાવી દેવામાં આવે છે. નાત જમાડવાની ઘટનાંતો ભૂતકાળ બની ગઇ છે. નજીકના સભ્યો અને આડોશી પાડોશીને જ ભેગાં કરી જમાડ્વામાં આવે હે. ગોરમહારાજ ને આપવી પડતી  ભેટોનું પ્રમાણ પણ ઘટ્યું છે, અને તે મરજીયાત બની છે. કેટલાંક લોકો તો મૃત્યુ પછી આવી વિધિ કરવાના ઝંઝટમાં પણ નથી પડતાં, તે આવકારદાયક છે.

આપણા આ અવિશ્રાંત અને fast જીવને આપણને ઘણી મુશ્કેલીઓમા મુકી દિધા છે. પણ સાથે આવા કુરિવાજોને નાબુદ કરવામાં પણ તે મદદરૂપ થયાં છે.

હું સર્વે વાચકોને એક વિનંતી કરવા ઇચ્છુ કે આપ પણ પોતાની જાતને આવા કુરિવાજોને ઉત્તેજન આપવાથી દૂર રાખો. 

Read more...

Thursday, 29 April 2010

વનરે વગડાંની મોઝાર

સ્વર - ગીતા દત્ત
ગીત - ???
સંગીત - ???
ફિલ્મ - પાનેતર

Read more...

Wednesday, 28 April 2010

કે પાણીડાં કોણ પીશે? : પ્રહલાદ પારેખ

કવિ - પ્રહલાદ પારેખ
કાવ્યસંગ્રહ - બારી બહાર

Read more...

Tuesday, 27 April 2010

રામ જોવા હાલી રે - લોકગીત

લોકગીત
સ્વર - સરોજ ગુંદાણી
સંગીત - શ્રીધર કેંકરે

Read more...

Monday, 26 April 2010

સાચુ રે બોલ - અવિનાશ વ્યાસ

એક તોફાની ગીત માણિયે. આ ગીત સાંભળતા 'બૉબી'નુ 'જૂઠ બોલે કૌવા કાંટે યાદ આવ્યા વિના ન રહે'.

Read more...

Sunday, 25 April 2010

સોના જેવી સવાર છે જી - ચંદ્રકાન્ત શેઠ

અહીં આ કાવ્યમાં કવિએ સોના જેવી ઊગતી સવારનાં એકએકથી ચઢિયાતાં મન ભરી દે તેવાં વિવિધભર્યા ચિત્રો ખડાં કર્યાં છે. શબ્દોની સાથે કેવાં કેવા અસરકારક અને હ્રદયસ્પર્શી ચિત્રો આપી શકાય તે આ કાવ્ય દર્શાવે છે.

Read more...

Saturday, 24 April 2010

ઘંમ રે ઘંમ ઘંટી ધમ ધમ થાય - લોકગીત




 લોકગીત
સ્વર - સરોજ ગુંદાણી
સંગીત - ???

Read more...

અમદાવાદના રસ્તા પહોળા
ને વચમાં મૂકી આડાશો કે રાજ લવિંગ લ્યો.

ના ના ડરી કાં જાવ. ગુજરાતી સાહિત્યને એક (ભયાનક) કવિતાની ભેટ આપી સમૃધ્ધ(??) બનાવવાની કોઇ જ ઇચ્છા નથી. પણ આ તો ઘણા દિવસથી જે જોવું છું તે જોઇને વિનોદ જોશીની કવિતા (થોડાં ફેરફારો સાથે) યાદ આવી ગઇ.(ના ના કંઇ આડું અવળું નથી જોયું ભાઇ!)

તમને તો ખબર જ હશે કે BRTS આવ્યા પછી અમદાવાદના રસ્તા સારા એવા પહોળા થઇ ગયા છે. (ના ખબર હોય તો હવે પાડવી.) એ પાણીના રેલાની જેમ સડસડાટ હંકારે રાખોને. ટ્રાફિકની કોઇ બીક જ નહીં. પણ અમારા આ સુખની પોલીસવાળાને ઇર્ષા આવી. (કદાચ તેમની 'આવક' પર ફટકો પડ્યો હોય તે પણ કારણ હોય.) રસ્તા વચ્ચે મોટી મોટી આડશો મૂકી રસ્તો અવરોધી નાખ્યો છે. પરિણામ શું હોય, ટ્રાફિક જામ!!! વાહન ચલાવવાની મજા જ મારી નાખી.

મેં સાંભળ્યું (અને જોયું પણ) છે કે લીસા લીસા ગોરા ગાલ પર કાળો કાળો તલ 'બ્યુટી સ્પૉટ' ગણાય છે. RTO પણ શહેરને સુંદર બનાવવા આ લીસા લીસા રસ્તા પર આવા 'બ્યુટીસ્પૉટ' ઉભા કરે છે. બાકી આ તો જબરૂ કહેવાય. પહેલા ઘર અને દુકાન તોડી રસ્તા પહોળા કરો અને પછી આડશો વડે અવરોધો. !!!!!

Read more...

Friday, 23 April 2010

અતિજ્ઞાન - કવિ કાન્ત



મહાભારતના એક પ્રસંગને આધારે કવિ કાન્તે આ ખંડકાવ્યની રચના કરી છે. દુર્યોધન દૂત દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ મોકલે છે. આ બાબત પર ચર્ચા કરવા તે એક પછી એક એમ ત્રણે ભાઇઓને બોલાવે છે, પણ સહદેવને નાનો ગણી બોલાવતા નથી.

Read more...

Thursday, 22 April 2010

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું - માધવ રામાનુજ





કવિ માધવ રામાનુજને તેમના ૬૫માં જન્મદિને 'અભિષેક' તરફથી ખુબ ખુબ શુભેચ્છા. આજે તેમના આ સુંદર કાવ્યની મજા માણીયે.


કવિ - માધવ રામાનુજ
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત - શ્યામલ - સૌમિલ

Read more...

Wednesday, 21 April 2010

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર : મુકેશ જોશી

ગીત - મુકેશ જોશી
સ્વર - નયનેશ જાની

Read more...

લ્યો કાલે અમારાં ઇન્સટિટ્યુટમાં થતાં સેમીનારની પોલંપોલની વાત કરી ત્યાં આજે સવારે જ સમાચાર વાંચ્યાં કે હવે સેમીનારમા મૅમ્બરસની હાજરી લેવા માટે બાયોમૅટ્રિક્સ ટૅક્નોલૉજીનો ઉપયોગ થશે અને ટૂંક સમયમા ચાલુ થશે. (એટલે ફરી અમારા વિદ્યાર્થીઓના પૈસાનો વ્યય. મૅમ્બર સીધાં ન ચાલે એટલે અમારા વિદ્યાર્થીઓના પૈસા વાપરી ખાવાના. તમને ખબર છે, ત્રણ વર્ષમા ફી કેટલી બધી વધારી દીધી છે.)

જો કે મજાની વાત તો એ છે કે, ઇન્સ્ટીટ્યુટે આ જાહેરાત કરવી પડી એનો મતલબ એ કે સેમીનારમા ભૂતિયા સબ્યો આવે છે. અને બીજી મનોમંથન કરવાની વાત એ છે કે, મેમ્બર્સની ગેરહાજરીનુ કારણ શોધી તેને દૂર કરવાની જરૂર છે. તેના ઘણાં સેમીનાર તદ્દન બકવાસ હોય છે.(આજની ભાષામાં હથોડાછાપ.). આ સેમીનારને થોડા અર્થસભર બનાવે તો બધા સામેથી આવે. પણ કોણ સાંભળે? કહેવા ખાતર ભઇ બાયોમૅટ્રિક્સ વાપરો, પણ મને અમારી CA પ્રજા પર ખાતરી છે. કોઇને કોઇ છીંડુ શોધી જ કાઢશે.

Read more...

રૂડીને રંગીલી રે...- નરસિંહ મહેતા



અક માસ પહેલાં આ ગીત પ્રાણલાલ વ્યાસના સ્વરમા મુક્યું હતું. જો કે બધાનો મત હતો કે સ્ત્રીના અવાજમાં આ ગીત વધુ સુંદર લાગે તો લો. હાજર છું આ ગીત, ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં. મન મૂકી માણૉ.

Read more...

Tuesday, 20 April 2010

આજે મને સેમીનાર પર લખવાની ઇચ્છા થઇ છે. એમા બન્યું છે એવું કે અમારી ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ અને ઉપપ્રમુખ આજે અમદાવાઅદની મુકાલાકાક્તે છે. આ માટે અમને SMS કરવામાં આવ્યો કે, 'વિદ્યાર્થીઓને પ્રમુખ સાથે સંવાદ સાધવાની અદભૂત તક. વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળશે.' (ભાઇ, આવું બધું લખવું પડે. નહીતર ઑડીયન્સ ના બેગું થાય અને પ્રમુખ સાહેબને ખુટું લાગી જાય.) જોકે અમારા સેંઇનારની એક ખાસિય છે. લોકો ક્યાં વિશે સેમીનાર છે, તે વિષયની ચિંતા કરવાને બદલે લંચ કે બ્રેકફાસ્ટ કેવો હશે તે પહેલા જુએ છે. બીજી એક ખાનગી વાત.(તમારા અને મારા વચ્ચે જ રાખવી.) સેમીનારમાં ભૂતીયા મેમ્બર પણ હોય છે. ના ના, મરીને ભૂત થનાર CAની વાત નથી કરતો. આ તો મીટીંગમા સહીથી હાજર હોય અને શારિરીક રીતે ગેરહાજર હોય તેવાં મેમ્બરની વાત છે. કેટલાંક CA તો બહુ જ સારા હોઅય છે. પોતાનાં articleને member બતાવી પોતાના નામે  સેમીનારમાં મોકલે છે. Articleને જ્ઞાન મળે તવાં 'શુભ' હેતુથી.(અને પોતાના CPE કલાક ગણાઇ જાય.) જો જો વાત બહાર જાય ના.

Read more...

સાંવરિયો રે મારો સાંવરિયો - રમેશ પારેખ

ગીત - રમેશ પારેખ
સ્વર : આરતી મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ

Read more...

Monday, 19 April 2010

પ્રેમમાં ચાલને - હરિન્દ્ર દવે

ગીત - હરીન્દ્ર દવે
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Sunday, 18 April 2010

સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ

સ્વર - બીજલ ઉપાધ્યાય
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ

Read more...

Saturday, 17 April 2010

આહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ


કવિ - અરવિંદ શેઠ
સંગીત - શ્યામલ-સૌમિલ મુનશી
મેઘધનુષ્ય

Read more...

Friday, 16 April 2010

હાઇકુ - સ્નેહરશ્મી

'

Read more...

Thursday, 15 April 2010

હે સાબદા રહેજો : ગીત

સ્વર- આશા ભોંસલે 

Read more...

Wednesday, 14 April 2010

ડૉ. ભિમરાવ આંબેડકર

આજે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભિમરાવ આંબેડકરની જન્મજયંતી છે. 'અભિષેક' તરફથી તેમને સાચા હ્રદયથી શ્રધ્ધાંજલી. પ્રવર્તમાન સમયમા જે દેશસેવકના નામને વટાવી લેવાનો વેપલો ચાલે છે તેમા કમનસીબે આંબેડકરસાહેબનો પણ સમાવેશ થાય છે. વિશ્વની સહુથી મોટી લોકશાહીનુ બંધારણ ઘડવુ એ કંઇ નાની વાત નથી. પણ હાય રે દુર્ભાગ્ય! આપણા વામણા નેતાઓ એ આ મહાન નેતાનુ વ્યક્તિત્વ ફક્ત દલિતનેતા તરીકે સીમીત કરી દીધું. ત્યારબાદ બૌધવિચારધારાનો અંગીકાર કરી તેમણે બહુમતી હિન્દુસમાજની નારાજગી વહોરી લીધી. આ બધી બાબતને ભૂલીને જો એક તટસ્થ દ્રષ્ટિકોણથી જોઇ એ તો ભારતના એક અંતરીયાળ ગામાડાના આદીવાસી કુટુંબમા જન્મેલો એક બાળક દેશના સંવિધાનના ઘડવૈયો બની જાય આ યાત્રા કેટલી રોચક હોય. તો આ જે માણીયે બાબાસાહેબના જીવને રજુ કરતા કેટલાંક વિડિયો.
અને હા આજથી દરેક પૉસ્ટને કેટલીવાર જોવામા આવી છે, તેનુ counter પણ activate કર્યુ છે.

Read more...

Tuesday, 13 April 2010

વૈષ્ણવજન - નરસિંહ મહેતા

મહિના પહેલા હું જૂનાગઢ ગયો હતો ત્યારે બ્લોગ પર આ ગીત મન્ના ડેના સ્વરમા મુક્યું હતું. ત્યાર બાદ અસિત દેસાઇના સ્વરમા મુક્યું. પણ મને લતાજીના અવાજમાં આ ગીતની તપાસ હતી. આખરે મારી આ શોધ પૂરી થઇ. એટલું જ નહી એક પર એક ફ્રીની જેમ મને લતાજીની સાથે અનુરાધા પૌંડવાલ અને કીર્તિ સાગઠીંયાના સ્વરમા પણ આ ગીત મળી ગયું. તો હવે પાંચ પાંચ સ્વરમા માણો નરસૈંયાની આ અમર રચના. અને હા, નીચેનુ વર્ણન હુ બદલતો નથી. તે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦નું છે.

Read more...

ગોતું છું તમને મળવાનુ બહાનુ : અરૂણા દેવકર

કવિયિત્રી - અરુણા દેવકર

Read more...

Monday, 12 April 2010

હે તને જાતાં જોઇ પનઘટની વાટે - અવિનાશ વ્યાસ


ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મુકેશ

Read more...

Sunday, 11 April 2010

હળવે હળવે હળવે હરજી - નરસિંહ મહેતા



આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વીગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું અમ માનવામા આવે છે.તેઓ નાતે વડનગરા નાગર હતાં.

Read more...

Saturday, 10 April 2010

યમુનાષ્ટક : વલ્લભાચાર્યજી


આજે વલ્લભાચાર્યજીનો જન્મદિવસ છે. આ શુભ દિને વલ્લભાચાર્યજીની રચના માણીયે. યમુનષ્ટક પ્રથમ સંસ્કૃતમા અને ત્યારબાદ ગુજરાતીમાં.

Read more...

કાવ્યવિશેષ - વેણીભાઇ


બધા ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે. સાહિત્યને 'તારી આંખનો અફીણી','નયણાં', 'પ્યારનો પારો' જેવી ઉત્તમ રચના આપતા કવિ વેણીભાઇ પુરોહિતના કાવ્યોનો સંગ્રહ 'કાવ્યવિશેષ - વેણીભાઇ' આવતીકાલ એટલે કે શનિવાર ૧૦ એપ્રિલે પ્રકાશિત થઇ રહ્યો છે. પ્રસિધ્ધ સ્વરકાર શ્રી દિલીપભાઇ ધોળકિયાના હસ્તે મુંબઇના ભારતીય વિદ્યાભવન ખાતે રાત્રે 0૮:૦૦ વાગ્યે તેનુ વિમોચન કરવામાં આવનાર છે.

એટલું જ નહીં સુરેશ જોષીના સંગીત સંકલનમા તેમની અનન્યરચનાઓને ગુજરાતના જુદા જુદા ગાયકોના અવાજમાં આપ માણી પણ શકો છો. તો આ કાર્યક્રમ માણવાનુ ચુકતા નહીં


Read more...

મહત્વના ફેરફાર

આજે બ્લોગ પર કેટલાક મહત્વના ફેરફાર કરવામા આવ્યા છે. એક તો બ્લોગના વાચકોની ફરિયાદ હતી કે બ્લોગ પર comment આપી શકાતી નથી. તો લો હવે આપ છૂટથી આપના પ્રતિભાવો આપી શકશો.

બીજી એક ફરિયાદ પણ હું દૂર કરું છુ અને એ છે બ્લોગ પર વાચકો ગુજરાતીમા લખી શકતા ન હતા. હવે બ્લોગના ડાબા ખૂણામા સહુથી ઉપર 'ગુજરાતીમા લખો'નો વિકલ્પ મુકેલ છે. જેના પર ક્લિક કરવાથી' પ્રમુખ ગુજરાતી ટાઇપ પૅડ' ખુલશે. ત્યાંના ભાષાના વિકલ્પો પૈકી ગુજરાતી ભાષા પસંદ કરવાથી આપ ગુજરાતીમા લખી શકશો. ત્યાં આપ ગુજરાતી key board પણ જોઇ શકશો આથી ટાઇપ કરવામા સરળતા રહેશે.

આ સિવાય પણ જો ફરિયાદ હોય તો મને જરૂર જણાવજો.

Read more...

Friday, 9 April 2010

મારી સગી નણંદબાઇ ના વીરા : લોકગીત

લોકગીત
સ્વર - દિપાલી સોમૈયા
બામ્બુ બિટ્સ

Read more...

પડીયામે'મ કૉલેજમા મૅનેજમેન્ટ ભણાવતી વખતે એક વાક્ય ખાસ કહેતા કે manager must have foresight. He should ability to foresee future changes before they occur. એટલે કે મૅનેજરને ભવિષ્યની અનિશ્ચિતાઓના એંધાણ આવી જવા જોઇએ. પણ ખબર નહીં અમદાવાદની મ્યુનિસિપાલિટીના સત્તાધિશોને આની ખબર નથી.
આજથી ૬મહિના પહેલા શ્રેયસ સેતુથી કાંકરીયા સુધીનો રસ્તો મસ્ત બનાવી દીધો. આખે રસ્તે એક પણ ખાડો જોવા ન મળે. આ રસ્તે વાહન ચલાવવાની એવી તો મજા આવે. પણ મારા આ સુખની AMCને ઇર્ષા આવીને આજે પીરાણાબ્રીજ નજીક કખોદકામ શરુ કરી દીધુ. આ વસ્તુ રસ્તો બનાવતા પહેલા નહોતી પૂરી કરી શકાતી. પ્રજાના પૈસાનો નાહકનો બગાડ. 

Read more...

Thursday, 8 April 2010

આઠ કુવાને નવ પાવડા : લોકગીત

આમ તો ગ્રીષ્મ ૠતુનો official રીતે પ્રારંભ થવામા હજી એક મહિનાની વાર છે. પણ સૂરજદાદાના આક્રોશને કારણે તેનો અનુભવ એક મહિના પહેલાથી જ ચાલુ થઇ ગયો છે. એમા પણ આ ગરમીમા પરીક્ષાની તૈયારી કરવાની એટલે હ્રદયના ઉંડાણમાંથી એક જ ચિત્કાર ઉઠે છે ' ભગવાન તુ સાચે જ નિર્દય છે. નાનાબાળકની સહેજે પરવા જ નથી.' મને તો અત્યારે હિપ્પોપોટેમસની જેમ પાણીમા પડ્યા રહેવાની ઈચ્છા થાય છે.પણ...! ગરમી સહન કર્યે જ છૂટકો......

Read more...

Tuesday, 6 April 2010

એક જોઇ જુવાનડી લાખમાં - લોકગીત

ફિલ્મ - હલામણ જેઠવો
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Monday, 5 April 2010

દેવબાલ - ચં.ચી મહેતા

આજે સાહિત્યના એક મુર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં ચી મહેતાની પુણ્યતીથી છે. 'અભિષેક' તરફ્થી તેમને મારી શ્રધ્ધાંજલી.  

Read more...

Friday, 2 April 2010

રામ રાખે તેમ રહીએ - મીંરાબાઇ






આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. રામજી જોડે આમ તો મને બહુ બને નહીં. કારણ કે તેમના પગલે પગલે ચાલવાનું બહુ જ અઘરું છે. તથા સીતાજી સાથે તેમને જે અન્યાય કરેલા તે યાદ આવતા થોડી રીસ પણ ખરી. હા પણ શ્રીરામ પાસેથી એક સારા પુત્ર, એક શ્રેષ્ઠ રાજા અને પ્રેમાળ ભાઇ બનવાની પ્રેરણા જરૂર લઇ શકાય. આપને રામનવમીની ખુબ ખુબ શુભેચ્છા. તથા સાંભળીયે આજે મીંરાબાઇનું એક રામભજન.

Read more...

Thursday, 1 April 2010

અમે દરિયો જોયો ને : ભાગ્યેશ ઝા












ગીત - ભાગ્યેશ ઝા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP